સૌરાષ્ટ્રની રસધાર ૧/૪. ગરાસણી
ઝવેરચંદ મેઘાણી

Jhaverchand Meghani

“ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?”

“ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણાં છે.”

ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામમો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ૪૦-૫૦ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરા સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું.પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.

એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતાં. એક વેલડું, બે છોડીઓ ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધા હેબતઓઅર ગામે બાને તેડવા ચાલ્યાં.

હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ હતું. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમકે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠાં. બીજા ગાડાંમાં ફ્ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળી બા પસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો.

ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્ય્પ્. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : “ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવાજેવું નથી, હો બાપા ! હોશિયાર રે’જો.”

ગેમાએ જવાબ દીધો : “એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તરે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ.”

ગેમો નસકોરા ગ્જાવવા લાગ્યો. નરકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : “ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહિ હો!”

ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબળતો હતો : “હું કોણ ? હું ગેમો !” આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરીતો આઘેથી તળાવડીમાં આગના તનખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચક્મક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : “ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી હો!”

ગેમાનો તો એક જ જવાબ હતો : “મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !”

“ગાડાં તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડાખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ તો ગેમો !”

જોતાજોતમાં તો અંધારે બારજણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : “મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !” ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.

એક જણે કહ્યું : “એલા, એને ઝટ રણગોટીળો કરી મેલો !” લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ-પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાડડી નાખી, એક ધક્કો દઈ દદાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોટીળો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.

“કોણ છે વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ઝટ!” લૂંટારાએ ત્રાડ દીધી.

રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોઇએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું. બદમાશો બોલ્યા : “ડિલ ઉપરથી ઘરેણું ઉતાર.”

બાઈએ બધા ઘરેણા ઊતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં “કડલાં સોત ઉતાર” બદમાશોએ બૂમ પાડી.

બાઈ વીનવવા લાગ્યાં : “ભાઈ , આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે આટલેથી ખેમૈયા કરો ને, મારા વીરા!”

“સગાઈ કર મા ને ઝટ કાધી દે!”

"ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો,” એમ કહી રૂપાલીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.

રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસનીને સૂરાતન ચડ્યું; આડુમ્ લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠભેર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા- ચંડી રૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા- જેના પર પડે છે તે ફરી વાર ઊઠવા નથી આપતો.

અઢાર વર્ષની ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદમ્બાનું રૂપ પ્રગટ થયું; બચેલા બદમાશો પલાયન કરી ગયા.

ગેમો રણગોળીટો થઈને ઝાંખરામં પડેલો હતો. બાઈએ કહ્યું : “છોડી નાખો એ બાયલાને.”

છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ.

જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી; એના અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ! વાહ ગરાસણી ! વનનાં ઝાડાવાં જોઈ રહ્યાં હતાં.

ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટાલા ઘા પડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ, રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યાં.

સવાર પડ્યું ત્યાં મોણપરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસૂંબો લઈને આવે. કસૂંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા દેખાય માટે કસૂંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો :

“બેટા, આમ્હીં રોકાઈ જાઓ.”

“ના, મામા, મારે જલ્દી ઘર પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે.”

બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ એનાં વખાણ ન કરશો, ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને ચમક ઊપડશે.

ચમક ઊપડે એટલે માણસ મરી જાય.

લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં : “બેટા ! બહુ અઘટિત કર્યું. પાંચ હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત!”

એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો; પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.

(પૂર્ણ)

 

Rupali Ba

translated by Jenny Bhatt

“Gema bhai!1 This daughter has to be taken to her in-laws’ today. You’ll go with us, no?”

“No, darbar. 2 Where there is not even a three percent chance of danger, I’m not escorting there. Gema’s guarding is only fitting for those villages with five to twenty-five thousands’ worth of jewelry. There are plenty other guards.”

Lying on the cot, taking sips from a hookah, and giving this kind of answer, Gemo was a Kaaradiya3 Rajput from Pachhegaam. Within the Gohilwaad district, in Pachhegaam, some 40-50 Kaaradiyas like him took regular salaries from the Garaasiyas. When a person was to be seen off (with fellow villagers), these men were sought to work as guards. But, among all the Kaaradiyas, when Gema joined as the escort, no robber could climb the side of that wagon. Gemo would give a lot more than impudent responses to the riffraff. Gema’s escort was not child’s play.

One day, the village elder, Khumaansinghji, sent a summons for Gema. Khumaansinghji’s daughter, Rupali Ba’s4 in-laws’ house was in Hebatpurgaam in Bhaal district. There, the daughter was in her first pregnancy. After the lap-filling ritual,5 she was to be brought here. Gema, along with a wagon, two girls, and another Kaaradiya — all of them headed to Hebatpur to pick Ba up.

On the way from Hebatpur to Pachhegaam, the village of Monpur was approximately at a distance of ten kos.6 They could not make this journey in the daytime because they would not survive without water. So they brought Rupali Ba through the night. Rupali Ba and the girls sat in the covered wagon. Gemo, his other companion, and two pots of water were in the second cart. Connecting both vehicles, all of them set off under the light of the stars. Rupali Ba had a metal box. In it, there was gold jewelry worth five thousand. Her body was also adorned fully with various ornaments.

As the caravan went on, Gemo felt like he was swinging in a cradle. Covering himself with a thick sheet and stretching out, he began to drowse. In the pitch black, his snoring resounded. The cart driver rebuked him once: “Gemabhai, the night is very dark. Not the kind to sleep in, ho baapa!7 Stay vigilant.”

Gema replied: “Eh-la,8 do you know this Gema? When Gema’s here, no robber will raise his head. You stay mute as death and drive the cart.”

Gema started snoring loudly. The snores could be heard all the way in the women’s wagon. Lifting the curtain of the wagon, even Rupali Ba tried telling him: “Gemabhai, baapa, this is not the time for sleeping, ho!”

In deep sleep, Gema was babbling: “Who am I? I am Gemo!”

And, like that, they passed Velaavdar village. One and a half to two kos further, there was a small lake. The cart driver looked and, in the distance, saw sparks of fire flying in the basin. A suspicion arose that someone was causing the flashes. He cried aloud to Gema: “Gemabhai! It’s not worth being careless, ho!”

Gema had only one response: “Do you know me? Who am I? I am Gemo!”

As the caravan reached the small lake, the driver saw a crowd of ten or twelve men. A fear surged in his chest and he grabbed and shook Gema. But would he awaken? This was Gemo!

Instantly, in the dark, twelve men surrounded the wagon and called loudly. In a twinkling, Gemo rubbed his eyes and cried out: “Do you know me? Who am I? I am Gemo!” Then, with the blow of a large stick, Gemo was leveled to the ground.

One of them said: “Eh-la, quickly turn him into a tumbleweed!”

The thieves sat him down and tied his hands and legs together. Raising his knees, then running a piece of wood right under them, they gave him a push and rolled him off like a ball. This method is known as curling into a tumbleweed. A tumbleweed is a desert ball. A man is turned into a ball in this manner.

“Who’s in the wagon? Throw out your jewelry at once!” the robbers roared.

Rupali Ba opened up the curtains of the wagon and, as the scoundrels had demanded, gave them the metal box of jewelry worth five thousand. In the light of the stars, the gold on Rupali Ba’s person glittered.

The rascals said: Take off the jewelry from your body.”

The woman removed all the jewels; all that remained were the anklets.

“Remove the anklets also,” the evil men boomed.

The woman began to entreat: “Brother, these are solid anklets from Naredi and fastened tight. My belly is heavy. I am not able to unclasp them; so be satisfied with this much, my braves.”

“Quit stalling and remove them quickly!”

“Okay then, you take them off,” so saying, Rupali sat in the wagon and stretched her legs out. Looping the strong ropes from their iron stocks, two ruffians standing opposite each other began pulling the anklets off while the others were busy chatting; no one was paying attention.

Rupali Ba took a sideways look, did not spot anything else but the cart’s club-like wooden supports. There was no time to think then. The indecent plunderers were making fun of the Rajputaani’s9 figure.

Rupali Ba pulled a wooden support and landed blows, one by one, on the heads of the two men sitting down and removing the anklets. Their skulls split open. Both of them collapsed to the ground. Then a heroism came over the Garaasani. Taking the wooden club, she jumped. The sticks of ten men fell on her own body. As the strikes hit, she fell to her knees. Getting up again, she beat with the wooden club. Those blows — the Chandi10-like circling Kshatriyaani’s11 blows — whomever they fell on, those men did not rise up again.

The eighteen-year-old pregnant Garaasani swirled, sustaining many assaults from sticks and cuts from swords. Then, from among the fallen enemies, one’s sword came into her hands. And after that, Jagdamba’s12 form manifested; the remaining rascals fled.

Gemo was wound into a desert ball and lying in a prickly shrub.

The woman said: “Untie the coward.”

On being freed, Gemo walked away, unable to show his face. He never so much as peeped again in Pachhegaam.

The young Garaasani’s chest was pumping air; every part of her body was dripping blood; her eyes were emitting flames; her hands held a blood-drenched sword. On a black night, some Chandika13 had emerged! Wah, Garaasani! Even the trees of the forest were watching.

She refused to sit in the cart. A fighting person cannot sit still. Their body is bursting with heroism. No matter how many blows have fallen on them, they can walk through village after village endlessly; their blood cannot rest. Rupali Ba, like Chandi’s incarnation, began walking behind the cart, glancing at all sides.

As morning dawned, the precincts of Monpur village arrived. This was her mother’s family village. A message was sent to her Mama14 to quickly bring safflower15 herbs.

Mama showed up with the safflower herbs. They were to alleviate the daughter’s pain from her wounds.

Mama urged her: “Beta,16 stop here awhile.”

“No, Mama. I have to reach home quickly. I need to meet my mother and father."

Before the woman reached Pachhegaam, talk of her riotous fighting had already spread. All had been cautioned to not praise her; quite the opposite, to say words to make her back down, otherwise she would go into shock.

A person in shock could die.17

Dripping with blood, the woman arrived. She was laid to rest on the cot. Everyone began to reprimand: “Beta! You did something very unseemly. If jewelry worth five thousand was taken, your father would not have suffered a loss!”

Within three hours, her life was gone; but her history still endures.

 
 1. Bhai — Brother.
 2. Darbar is another Rajput clan. Often, people were called by their clan names in those times, especially if they were of lower status.
 3. Kaaradiya is also a Rajput clan. They were the warrior class.
 4. Ba was a respectful tag added to all grown women, especially married ones. It is not much in use now except in some rural communities.
 5. The lap-filling ritual in Hindu culture/religion is the equivalent of today’s baby shower. Held in the seventh month of a woman’s first pregnancy, it involves her dressed in bridal wear as various women of the household fill her lap with an auspicious coconut, gifts, and jewelry. There are a few other religious rituals and songs for accompaniment.
 6. Kos is an ancient unit of measurement, approximately 1.8 km (1⅛ mile) or 3.2 km (2 miles).
 7. Baapa literally means “father” but is used as commonly as one might use “Oh Lord.”
 8. Eh-la is a common term used for younger or lower-level men in place of their name. The female equivalent is “Eh-li.”
 9. Rajputaani — a woman of the Rajput clan.
 10. Chandi is a Hindu goddess — the combined form of Kali, Lakshmi, and Saraswati, and the ferocious form of Shakti.
 11. Kshatriyaani — A woman of the Kshatriya class. Kshatriya is one of the four classes of Hindu society from Vedic times. They used to represent the ruling and military elite. Rajput is a Kshatriya sub-caste, so Rupali Ba, as a Rajputaani, was also a Kshatriyaani.
 12. Jagdamba is a Hindu goddess considered to be the mother of the entire universe and can do both great good and great harm.
 13. Chandika — see the earlier note explaining Chandi.
 14. Mama is one’s maternal uncle — mother’s brother.
 15. Safflower is antiseptic and was used to to cleanse and heal wounds and sores. Interestingly, it is considered dangerous for pregnant women. Either the writer did not know this or he included it specifically to make the story’s ending more plausible.
 16. Beta — Child.
 17. The reference to death by shock is, probably, about adrenalin shock. The writer was not specific or, more likely, there was no specific term for it in Gujarati at the time.
 18.  

  about the author